Ambalal patel scary prediction:- અહીં અમે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 25મી જૂનના રોજ વિધિવત ચોમાસું બેઠું હતું, ત્યાર પછીથી સમગ્ર ગુજરાતને વરસાદના બે રાઉન્ડે ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં સરેરાશ કુલ 43.77 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. તો આજરોજ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઇ શકે છે. (Gujarat Rain Forecast)
તેઓએ આગાહી કરતા કહ્યું કે તારીખ 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. નવી સિસ્ટમને લીધે રાજ્યમાં વરસાદ પડશે. જ્યારે તારીખ 17થી લઈને 20 જુલાઈ દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઇ શકે છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે તારીખ 20 જુલાઈનું વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 20 જુલાઈનું વહન જોરદાર હોઈ શકે છે. ઉપરાંત તારીખ 23મી જુલાઈ દરમિયાન પણ એક લો પ્રેશર બની શકે છે. જુલાઈમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ બનશે. ઉપરા ઉપરી 2 સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે. ઓગસ્ટમાં પણ બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે.
આ સિવાય તેઓએ જણાવ્યું કે આ વરસાદનો ત્રીજો રાઉન્ડ ખુબજ મોટી તબાહી સર્જી શકે છે જેના લીધે જન જીવન પર ખુબજ માઠી અસરો જોવા મળશે કારણકે હાલ બીજા રાઉન્ડ માંજ એટલો વરસાદ પડી ચુક્યો છે કે અનેક જગ્યાએ નદીઓ ના પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને ડેમો પણ ઓવરફ્લો થઇ ચુક્યા છે જેના લીધે અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી રહી છે. જો હજુ ભારે વરસાદ પડે તો ખુબજ મોટી તબાહી જોવા મળી શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે https://factzfunda.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
મિત્રો સાથે શેર કરો