પુનર્વસુ નક્ષત્ર :- ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થતી હોઈ છે.સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તા: 6-7-2023 ના રોજ થશે. આ નક્ષત્રમાં વાહન ગધેડાનું છે. સૂર્ય નારાયણ ભગવાન પુનર્વસુ નક્ષત્રમાં ગુરૂવારને સાંજે 5 વાગીને 17 મિનિટને પ્રવેશ કરશે.
પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ રહેશે. કાલથી આ નક્ષત્રનો પ્રારંભ થવાનો છે. તે સાથે હવામાન વિભાગે પણ આગામી 7 થી 9 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં તો રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે. તે જોતાં આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
જો પુનર્વસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્રમાં સારો વરસાદ પડે તો આખું વરસાદ સારું જાય છે. ને ખગોળશાસ્ત્રીઓ નાં અનુમાન પ્રમાણે આ વર્ષે સારો વરસાદ રહેશે.
આ પણ વાંચો :- ઘરે બેઠાં ઓનલાઇન મંગાવો PVC પ્લાસ્ટિક આધારકાર્ડ
બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :
“પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”
પુનર્વસુ એટલે “પખ” જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ગધેડો છે અને ધણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળતો હોય છે.
આ પણ વાંચો :- Instagram में रोज 1000+ Followairs केसे बढ़ाई
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે.આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 6 જુલાઈથી વરસાદનું જોર વધશે.
આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
આજે સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદ, વડોદરા, ખેડામાં વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો :- તમારા પર્સનલ ફોટા અને વીડિયો છુપાવવા માટે ખાસ કેલ્ક્યુલેટર એપ્લિકેશન
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા
આજે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે.
6 જુલાઈ: અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે.
7 તારીખ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે.
8 જુલાઇ: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે જ્યારે પાટણ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ.
આ પણ વાંચો :- તમારી જન્મતારીખ નાખી ને જાણો કે તમારા લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ
9 જુલાઇ: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
ક્યાં તાલુકામાં અત્યાર સુધી પડ્યો સૌથી વધારે વરસાદ
વિસાવદર જુનાગઢ 90.47%
મેંદરડા જુનાગઢ 95.15%
અંજાર કચ્છ 171.31%
ખેરગામ નવસારી 44.52%
કપરાડા વલસાડ 27.81%
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ જાહેરાત
આ આર્ટીકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવોદ અમારી વેબ સાઇટ “Factzfunda” કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટીકલની નકલ કરવી નહીં.